Logo
  • Home
  • About Us
    • Committee
    • Achievements
  • Member
    • Registration
    • Member Directories
    • abc
  • Job Opening
  • Contact Us
  • News

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા 9 HABITS OF SUPER SUCCESSFUL PEOPLE વિષય પર મોટીવેશનલ સેમિનાર યોજવામાં આવેલ...જેમાં બહોળી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહેલ...

  • Home
  • રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા 9 HABITS OF SUPER SUCCESSFUL PEOPLE વિષય પર મોટીવેશનલ સેમિનાર યોજવામાં આવેલ...જેમાં બહોળી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહેલ...
51678800344.jpg 14 Mar, 2023

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા 9 HABITS OF SUPER SUCCESSFUL PEOPLE વિષય પર મોટીવેશનલ સેમિનાર યોજવામાં આવેલ...જેમાં બહોળી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહેલ...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા.૧૩-૩-ર૦ર૩, સોમવારના રોજ, સાંજે પ:૦૦ થી ૭:૦૦, રાજકોટ ચેમ્બર હોલ, કરણસિંહજી રોડ, રાજકોટ ખાતે 9 HABITS OF SUPER SUCCESSFUL PEOPLE વિષય પર મોટીવેશનલ સેમિનાર યોજવામાં આવેલ. જેમાં પ્રખ્યાત ઈન્ટરનેશનલ મોટીવેટરશ્રી નિખીલ દેસાઈ દ્ઘારા રસપ્રદ માર્ગદર્શન આપવામાં આવેલ. આ સેમિનારમાં બહોળી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહયા હતા.

સેમિનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના માનદત્રીશ્રી નૌતમભાઈ બારસીયા દ્ઘારા સૌને આવકારતા આજના સેમીનારના મુખ્ય વકતાશ્રી નિખીલ દેસાઈ કે જેઓ ઈન્ટરનેશનલ મોટીવેટર તરીકે જાણીતા છે અને વલ્ર્ડ HRD કોંગ્રેસ તરફથી લાઈફ ટાઈમ અચીવમેન્ટસ એવોર્ડ મેળવેલ છે. તેમજ જીવનમાં આપણને દરેક કર્યોમાં સફળતાઓ મેળવવાની ઈચ્છા હોય છે પરંતુ અમુક જગ્યાએ નિષ્ફળતા પણ મળતી હોય છે. સફળતાની સીડીઓમાં નડતરરૂપ થતી અમુક આદતોમાં સુધારો લાવવો જરૂરી છે. જેનાથી જીવનમાં અને આપણા વેપાર-ધંધામાં ખુબ જ ઉપયોગી બની રહેશે. તેવા શુભ આશય સાથે આજરોજ આ સેમીનારનું આયોજન કરેલ છે જે થકી કેટલાક પરીવર્તનો લાવવામાં મદદરૂપ બનશે.

સેમીનારમાં ખાસ ઉપસ્થિત પ્રખ્યાત ઈન્ટરશેનશલ મોટીવેટરશ્રી નિખીલ દેસાઈએ આજનો આ સેમીનાર યોજવાની તક આપવા બદલ રાજકોટ ચેમ્બર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરેલ. તેમજ જીવનમાં સફળ થવા અને બદલાવ લાવવા માટે આપણે શું શું કરવું જોઈએ. વિશ્વમાં આજે અનેક લોકો ટોચ ઉપર છે અને સફળતાના શિખરો સર કર્યા છે તે માટે તેઓ ખુબ જ સંઘર્ષ અને મહેનત કરી છે. ત્યારે આપણે પણ આપણા જીવનમાં કે પછી વેપાર-ધંધાઓમાં કઈ કઈ આદતો અપનાવવી જોઈએ જેનાથી પરિવર્તન લાવી શકીએ. ખાસ કરીને ૯ આદતો કેળવવી જોઈએ જેવી કે (૧) લાઈફ લોન્ગ લનર્સ બનવું (ર) જીવનમાં પાવરફુલ વિઝન રાખવું (૩) સ્માર્ટ ગોલ સેટ કરવો (૪) માસ્ટ ટાઈમ મેનેજમેન્ટ ગોઠવવું (પ) કોમ્યુનીકેટ કમ્પલીટલી (૬) ઉત્સાહી બનવું (૭) તણાવનું સારી રીતે સંચાલન કરવું (૮) ટીમ બનાવવી (૯) આરોગ્ય પર ખાસ ફોકસ કરવું જેવા મુદાઓ પર પાવર પોઈન્ટ પ્રેઝનટેશન દ્ઘારા તેઓએ પોતાની આગવીશૈલીમાં માગદર્શન આપેલ. તેમજ ઉપસ્થિત સભ્યો દ્ઘારા પુછાયેલ પ્રશ્નોના યોગ્ય પ્રત્યુતર આપેલ.

સમગ્ર સેમીનારનું સંચાલન અને ઉપસ્થિત સભ્યોશ્રીનો આભાર વ્યકત રાજકોટ ચેમ્બરના ટ્રેઝરરશ્રી વિનોદભાઈ કાછડીયાએ કરેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

Download Attachment

Search

Recent News

  • 12-08-25APPLICATION1754996934.jpg
    રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા SGST રાજકોટના સંયુકત ઉપક્રમે...
    12 Aug, 2025
  • 08-08-25APPLICATION1754657171.jpg
    રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા PGVCL ના એમડીશ્રી કેતન જો...
    08 Aug, 2025
  • 31-07-25APPLICATION1753947050.jpg
    રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘારા પીજીવીસીએલ તથા જેટકોને લગ...
    31 Jul, 2025
  • 30-07-25APPLICATION1753882169.jpg
    રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ ઔદ્યો...
    30 Jul, 2025
  • 29-07-25APPLICATION1753777644.jpg
    રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વેષ્ણવ દ્ઘાર...
    29 Jul, 2025
Logo

For the first time in 1948 an organization of Trade and Commerce came into existence in the Rajkot by the name of “Rajkot Vepari Mahamandal” and, thereafter, in the couple of years, this organization grew to be known as the Rajkot Chamber of Commerce. Head quartered in Rajkot and with...

Quick Links

  • About Us
  • Candidate Registration
  • Committee Members
  • Dead Stock Clearance
  • Event
  • Job Opening
  • Member Directories
  • News Notification
  • Photo Gallery
  • Video Gallery

Other Links

  • Refund and Cancellation
  • Terms and Conditions
  • Privacy Policy
  • FAQ

Get In Touch

  • Centre Point, 1st Floor, Karansinhji Road, Rajkot-360001
  • rajkotchamber@yahoo.co.in
  • +917383127400
Google Play App Store

Copyright © 2026 RAJKOT CHAMBER OF COMMERCE & INDUSTRY. All Rights Reserved.

Pioneered By

Language
Language English English Gujarati ગુજરાતી