29 Mar, 2023
DGFT-રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા ની સફળ રજૂઆત... નિકાસકારોને આપવામાં આવતા CoO ઓફલાઈનની મુદત તા.૩૧-૧૨-૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ....
સરકારશ્રીએ નિકાસકારોને ઓનલાઈન સર્ટીફીકેટ ઓફ ઓરીજીન મળી શકે તે માટે કોમન ડિજીટલ પ્લેટફોર્મ શરૂ ક૨વામાં આવેલ છે. જે અંતર્ગત ઓનલાઈન સર્ટીફિકેટ ઓફ ઓરીજીનના પોર્ટલમાં નિકાસકારોને હજુ ઘણી મુશ્કેલી પડી રહી છે.
જેમકે ઓનલાઈન CoO જનરેટ કરતા તમામ નિકાસકારોને ત્રણ પેજ માં એટલે કે ઈલેકટ્રોનિક, ઓરિજનલ અને ડુપ્લીકેટ મળે છે. ઓનલાઈન સર્ટીફીકેટ મેળવ્યા પછી પણ ખરીદનાર (બાયર) ઓરિજનલ અને ડુપ્લીકેટ કોપીમાં ચેમ્બરના સહી અને સીકકાનો આગ્રહ રાખે છે. તેના માટે નિકાસકા૨ોને ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસે આવવું પડે છે. તેમજ વૃધ્ધ નિકાસકારોને CoO ઓનલાઈન ક૨તા મેન્યુઅલી (ઓફલાઈન) મેળવવા સરળતા રહે છે.
તેથી રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગાણાત્રા દ્વારા ન્યુ દિલ્હીના DGFT શ્રી સંતોષકુમાર સાહેબને સટીફીકેટ ઓફ ઓરીજીન ઓનલાઈન તેમજ મેન્યુઅલી બન્ને રીતે ચાલુ રાખવા માટે રજુઆત કરાયેલ હતી. જેના અનુસંધાને CoO મેન્યુઅલી (ઓફલાઈન) ક૨ાવવાની મુદતમાં વધા૨ો કરી તા.૩૧–૧૨–૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબા૨ી યાદીમાં જણાવેલ છે.