15 Mar, 2023
New રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના તમામ સભ્યશ્રીઓ જોગ... વી.પી.વૈષ્ણવના નામથી આવતા ફ્રોડ ઈ-મેઈલથી સાવચેત રહેવા બાબત..
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના તમામ સભ્યોને જાણ કરવામાં આવે છે કે ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવના નામથી ઈ-મેઈલ direct2me@email.com ઉપર થી મને તમારી મદદની જરૂર છે. જો તમે હાજર હો તો મને જણાવો. તેવા ઈ-મેઈલ સેન્ડ થઈ રહયા છે. તો આ અંગે બધા સભ્યોને જણાવવાનું કે કોઈપણ પ્રકારના આવા ફ્રોડ ઈ-મેઈલ આવે તો સાવચેતી રાખવી અને રૂપિયાની લેતીદેતી કરવી નહી. અને આવા ઈ-મેઈલનો સામે રીપ્લાય આપવો નહી. અને જો આવો કોઈ બનાવ બનેલ હોય તો તાત્કાલીક ૧૯૩૦ ઉપર આની ફરીયાદ સાઈબર ક્રાઈમમાં કરવી અને તેની જાણ રાજકોટ ચેમ્બર નં.રરર૭૪૦૦/પ૦૦ મો.૭૩૮૩૧ર૭૪૦૦ ઉપર કરવી તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.